બોરોન તથા તેના સંયોજનોના ઉપયોગો જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બોરોન રેસાઓનો બુલેટપૂફ જેકેટ બનાવવામાં તથા હવાઈ જહાજ માટે હલકા પદાર્થો બનાવવામાં થાય છે. બોરોન$-10$ $(10B)$ સમસ્થાનિક ન્યુટ્રોનને અવશોષવાની વધુ ક્ષમતા ધરાવે છે. તેથી ન્યુક્લિયર ઉધોગોમાં રક્ષણાત્મક આવરણ તથા નિયંત્રણ સળિયા તરીકે ઉપયોગી છે.

બોરેક્ષ અને બોરિક ઍસિડનો ઉપયોગ ઉષ્માપ્રતિકારક કાચ (પાયરેક્સ), કાચનું ઊન, કાચના રેસા બનાવવામાં થાય છે. બોરેક્ષ ધાતુઓના સોલ્ડરિંગ કરવા માટે ફલક્સ તરીકે ઉપયોગી છે.

ઉષ્મા, લિસોટા તથા ડાધા પ્રતિકારક માટીના વાસણો બનાવવામાં તથા ઔષધીય સાબુની બનાવટમાં ઉપયોગી છે. $\mathrm{H}_{3} \mathrm{BO}_{3}$ નું મંદ જલીય દ્રાવણ મંદ જીવાણુનાશી તરીકે ઉપયોગી છે.

Similar Questions

એનહાઇડ્રસ એલ્યુમિનિયમ  ક્લોરાઇડ વિશે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?

નીચેનામાંથી ક્યો આયન જલીય દ્રાવણમાં અસ્તિત્વ ધરાવતો નથી ?

$Al ^{+3}$ આયનોનું $Al ( OH )_{3}$ તરીકે અવક્ષેપન કરવા માટે $NaOH$ ના જલીય દ્રાવણને બદલે જલીય એમોનિયાનું દ્રાવણ વાપરવામાં આવે છે, કારણ કે.................

સમૂહ $-13$ નાં કયાં તત્ત્વોના હાઈડ્રોક્સાઈડ ઉભયગુણી છે?

જલીય માધ્યમમાં સમૂહ $13$ ના $B$ સિવાયનાં તત્ત્વો કયા સમચતુફલકીય અને અષ્ટફલકીય સંકીર્ણ બનાવે છે ?